તેમણે પોતાના પુત્રને  શોધવામાં આખુ જીવન ખર્ચી નાંખ્યુ હતુ.તે પુલ નીચે સુઈ જતા અને પૈસા ખૂટી જાય ત્યારે લોકો પાસે ભીખ માંગતા.

આ દરમિયાન ગુઓ ચીનમાં ગૂમ થઈ જતા લોકોના સંગઠનના સભ્ય પણ બન્યા હતા.તે્મણે સાત બાળકોને તેમના માતા પિતા સાથે મેળાપ કરાવ્યો હતો.

બોલીવૂડ ફિલ્મોમાં નાનાપણમાં માતા પિતાથી વિખૂટા પડી ગયેલા સંતાનનુ વર્ષો પછી માતા પિતા સાથે મિલન થતુ હોવાની કહાનીઓ વારંવાર દર્શાવાઈ છે.

ચીનમાં બાળકોની તસ્કરી બહુ જુની સમસ્યા છે.ચીનમાં દર વર્ષે 20000 બાળકોનુ અપહરણ થાય છે.તેમાંથી ઘણા બાળકોને વેચી દેવાય છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ગુઓનો પુત્ર હેનાન પ્રાંતમાં રહેતો હતો.તેનુ અપહરણ કરનાર કપલ ગુઓના પુત્રને લઈને હેનાન પ્રાંતમાં જતુ રહ્યુ હતુ.એ પછી તેમણે આ બાળકને વેચી દીધુ હતુ.ગુઓને  24 વર્ષ બાદ આ વાતની જાણકારી મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *