મિત્રો, આજે અમે તમને આયુર્વેદની એક એવી અસરકારક ઔષધી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેનુ સેવન કરવાથી તમે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને નીરોગી બનાવી શકો છો. અમે આજે અહી જે ઔષધી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે ચૂર્ણ છે ત્રિફળા ચૂર્ણ. હાલ, વર્તમાન સમયમાં આ ત્રિફળા ઔષધી ખૂબ જ પ્રચલીત થયેલ છે.

આ ઔષધી એટલી બળશાળી અને અસરકારક છે કે, તે તમારી વૃદ્ધાવસ્થાને અટકાવવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ઔષધીના નિયમિત સેવનથી તમારી ઉંમર સાવ દેખાતી જ બંધ થઇ જાય છે. જો તમે નિરંતર એક વર્ષ સુધી આ ત્રિફળાનુ સેવન કરો છો તો તમારુ શરીર એકદમ ચુસ્ત રહે છે. આ સિવાય જો તમે બે વર્ષ સુધી નિરંતર આ ઔષધીનુ સેવન કરો તો આ શરીર એકદમ નિરોગી બની રહે છે.

તે ફક્ત કબજીયાતનાશક ચૂર્ણ જ નથી પરંતુ, તે સિવાય તે એક આયુષ્યવર્ધક ટોનિક પણ છે. શરૂઆતના દિવસોમા ત્રિફળા ચૂર્ણનુ અડધી ચમચી જેટલુ જ સેવન કરવુ. ત્યારબાદ એક અઠવાડીયા પછી ધીમે-ધીમે તેનુ પ્રમાણ વધારવું. સામાન્ય રીતે હરડે, બહેડા અને આમળાની અંદર રહેલ ઠળિયાને દૂર કરી તેની છાલનુ ચૂર્ણ બનાવી તેનુ નિયમિત સેવન કરવામા આવે તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

પ્રવર્તમાન સમયમા ભેળસેળ યુક્ત પદાર્થોનુ પ્રમાણ વિશ્વમા એટલું વધી ગયુ છે કે, મનુષ્ય કોઈને કોઈ સમસ્યાથી પીડાતો જ હોય છે અને આ સમસ્યાના નિવારણ માટે તે એલોપેથીનો સહારો લેતો હોય છે પરંતુ, તેનાથી કશો જ ફરક નથી પડતો પરંતુ, જો તમે આ ત્રિફલાને તમારા રોજીંદા જીવનનો હિસ્સો બનાવી લો તો તમારુ સ્વાસ્થ્ય એકદમ સ્વસ્થ અને નીરોગી રહે છે. આ ઔષધી વિશ્વનુ એક સર્વશ્રેષ્ઠ રસાયણ છે.

આ ઉપરાંત આ ઔષધીનુ સેવન તમારી બોડી ડીટોક્સ કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તેના નિયમિત સેવનથી તમારા શરીરના બધા જ ઝેરી દ્રવ્યો દૂર થઇ જાય છે. આ સિવાય જો તમે ઋતુ મુજબ મધ સાથે આ ઔષધિનુ સેવન કરો તો તમારા શરીરમા શક્તિ અને સ્ફૂર્તિ ભરપૂર પ્રમાણમા મળી રહે છે અને તમારા શરીરનુ શુદ્ધિકરણ પણ થતુ રહે છે.

જો તમે પણ એક નીરોગી અને તંદુરસ્ત શરીર ઈચ્છતા હોવ તો આજથી જ શરુ કરી દો આ ઔષધીનુ સેવન તમને અવશ્ય લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *