લીમડાના પાનને પીસીને પેસ્ટ તૈયાર કરવી. હવે તેમાંથી એક ગોળી બનાવવી. આ ગોળીને મધમાં બોળીને ખાવી. આને ખાધા પછી એક કલાક સુધી કઈ પણ ન ખાવું.

લોહીમાં સુગરનું પ્રમાણ નિયંત્રિત કરો: લીમડાના પાંદડાઓ કુદરતી ઇન્સ્યુલિન નિયંત્રક તરીકે કામ કરે છે. લીમડાના કોમળ પાંદડાઓનો રસ સવારે ખાલી પેટે પીવાથી અથવા ચાવવાથી ફાયદો થાય છે.વજન ઘટાડવામાં મદદરૂપ:લીમડાના ફૂલોનો રસ શરીરની ચરબી ઘટાડે છે.

થોડાં ફૂલો ને પાણીમાં ઉકાળીને તેમાં એક ચમચી લીંબુનો રસ અને અડઘી ચમચી મધ મેળવીને દરરોજ ખાલી પેટે પીવો.ન્હાતી વેળાએ સહેજ ગરમ પાણીમાં લીમડાના પાંદડા નાખવાથી વર્ષો જુનો ચમડીનો રોગ દુર થશે.

આ બધા પ્રકારની એલર્જી, કોઈ ભોજનથી થનારી કે અન્ય કોઈ પણ પ્રકારની એલર્જીમાં ફાયદો આપે છે.મચ્છર દૂર રહેશે: નારિયળ ના તેલમાં લીમડાના પાંદડાઓનો રસ મેળવિને શરીર પર લગાવવાથી મચ્છર નજીક આવતા નથી.

ફૂડ પોઈઝનીંગ થવાથી કે રક્તવિહાર ઉત્પન્ન થવાથી લીંબડાના પાનને પીસીને રસ પીવાથી તમારી સમસ્યા દુર થશે.લીંબડાના પાનને પીસીને તેનો લેપ લગાવવાથી ત્વચા ગોરી બનશે.શરીરમાં થતા કાળા દાગને દુર કરવા પણ આ સહાયરૂપ છે.

જે લોકોને સાંધાનો દુ:ખાવો રહેતો હોય તેમણે લીંબડાની છાલને ઘસવી.લીમડાના સૂકાયેલ પાંદડાને અનાજ કે ભંડારમાં કે પછી બુક મુકવાના કબાટમાં રાખવાથી કીડાઓ મરી જાય છે. આ એક પ્રાકૃતિક કીટનાશક છે.માથામાં જુ નહી થાય: લીમડાના જીવાણુનાશક ગુણધર્મો જુને મારી નાખે છે. લીમડાના પાંદડાઓને પાણીમાં ઉકાળીને તેનાથી માથું ધુઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *