મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમમાં રાહુલ દ્રવિડ બાદ ‘ધ વોલ’ નો ખિતાબ મેળવનાર ચેતેશ્વર પૂજારા સોમવાર, 25 જાન્યુઆરીએ તેમનો 33મો જન્મદિવસ મનાવ્યો હતો. આ જન્મદિવસ હજી વધુ વિશેષ છે, કારણ કે તાજેતરમાં જ તેણે ઓસ્ટ્રેલિયા સામેની ઐતિહાસિક જીતમાં તેના બેટથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

મિત્રો તેની શ્રેષ્ઠ રમત જોઈને તે ભારતીય ટીમમાં ‘મિસ્ટર ભરોસેમંદ’ અને ‘નવી વોલ’ તરીકે જાણીતો બન્યો. ટીમમાં વિશ્વસનીય હોવા ઉપરાંત, પૂજારા અંગત જીવનમાં પણ ‘મિસ્ટર ભરોસેમંદ’ છે. તેને ખૂબ જ પ્રેમાળ પુત્રી છે અને તેની પત્ની પૂજા પણ ખૂબ જ સુંદર છે. ચાલો આજે તમને તેના જન્મદિવસ પર પૂજા અને પૂજારાની ક્યૂટ ફેમિલીનો પરિચય કરાવીએ.25 જુલાઈ 1988ના રોજ ગુજરાતના રાજકોટમાં જન્મેલા ચેતેશ્વર પૂજારા ભારતીય ટીમમાં એક મહત્વપૂર્ણ ખેલાડી બની રહ્યા છે. તાજેતરમાં તેના પર્ફોર્મન્સથી બધાના હૃદય અને દિમાગમાં સ્થાન બન્યું છે.

ભારત-ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજાઓ બાદ પણ પૂજારાએ સિડની અને બ્રિસ્બેનમાં શાનદાર ઇનિંગ્સ રમી હતી. સિડની ટેસ્ટમાં પૂજારાએ 50 અને 77 રન બનાવ્યા હતા જ્યારે બ્રિસ્બેનની અંતિમ ટેસ્ટ મેચમાં તેણે બીજી ઇનિંગમાં 56 રન બનાવી વિજયમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.જ્યારે મેચ દરમિયાન પૂજારાને ઈજા થઈ હતી, ત્યારે તેની 2 વર્ષની પુત્રીએ તેનો અનોખી રીતે તેનો ઈલાજ કરવાની વાત કરી હતી. તેની પુત્રીએ કહ્યું, “જ્યારે પિતા ઘરે આવશે, ત્યારે હું તેમને ત્યાં-ત્યાં કિસ કરીશ જ્યાં તેમને ઈજા થઈ છે,તેઓ સાજા થઈ જશે. જણાવી દઈએ કે, ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ મેચ દરમિયાન ઓછામાં ઓછા અડધો ડઝન બોલ વાગ્યા હતા. તે પછી પણ તેણે ઓછામાં ઓછા પાંચ કલાક બેટિંગ કરી હતી.

ચેતેશ્વર પૂજારાના પિતા અરવિંદ પૂજારા અને તેના કાકા બિપિન પૂજારા પણ સૌરાષ્ટ્ર માટે રણજી રમ્યા છે. તેમણે ક્રિકેટની પ્રારંભિક તાલીમ તેમના પિતા પાસેથી મેળવી હતી. 2010માં જ તેણે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચની શરૂઆત કરી હતી.

પુજારાના અંગત જીવનની વાત કરીએ તો તેના લગ્નને 8 વર્ષ થવા જઈ રહ્યા છે. તેણે 13 ફેબ્રુઆરી 2013ના રોજ તેની મિત્ર પૂજા પાબરી સાથે લગ્ન કર્યા અને લગ્ન પછીથી તેની કારકિર્દીનો ગ્રાફ ઝડપથી વધ્યો હતો.તેમના લગ્નના 2 દિવસ પછી 15 ફેબ્રુઆરીએ આ ખેલાડીઓ ભારતીય ટીમમાં જોડાયા અને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં જોડાયો. જોકે તે પહેલી મેચ રમ્યો ન હતો.ચેતેશ્વર પૂજારાએ અત્યાર સુધીમાં 81 ટેસ્ટમાં 6111 રન બનાવ્યા છે, જેમાં 18 સદી, ત્રણ બેવડી સદી અને 28 અર્ધસદીનો સમાવેશ છે. પૂજારાએ ટેસ્ટ કારકિર્દીમાં 3 બેવડી સદી ફટકારી છે.

વર્ષ 2018માં, તેના ઘરે એક નાની પરીનો જન્મ થયો, જેનું નામ તેણે અદિતિ પૂજારા રાખ્યું. પુજારા ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની પુત્રીની તસવીરો શેર કરે છે.આ ચેતેશ્વર પૂજારાનો ક્યૂટ પરિવાર છે. તે હંમેશા મેચમાંથી છૂટ્યા બાદ તેના પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પરત ફર્યા પછી પણ તે પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે.ભારતના સ્ટાર ટેસ્ટ ખેલાડી ચેતેશ્વર પૂજારા તેમની પત્ની પૂજાનો જન્મદિવસ ક્યારેય ભૂલી શકે તેમ નથી. કદાચ તે ભૂલવા ઇચ્છે તો પણ તે ભૂલી શકે તેમ નથી.

પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ફક્ત ચાર રન અને બીજા ઇનિંગમાં અણનમ 72 રન કરનારા પૂજાને આજે પોતાના દ્રવિડના વિકલ્પ તરીકે ટેસ્ટ ક્રિકેટમાં સ્થાપિત કરી ચૂક્યા છે. 32 વર્ષીય પૂજારાએ 77 ટેસ્ટમાં 48.66ની સરેરાશે કુલ 5,840 રન કર્યા છે. આમ તે આગામી સિરીઝમાં 6,000 રન પૂરા કરશે. પૂજારાએ આ દરમિયાન 28 સદી અને 25 અડધી સદી ફટકારી છે અને તેનો શ્રેષ્ઠ સ્કોર 206 રનનો છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતી તેમા પૂજારાએ ચાર ટેસ્ટમાં ત્રણ સદીની મદદથી 521 રન કર્યા હતા.

32 વર્ષના પૂજારાએ શુક્રવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપવાની સાથે પોતાના પ્રશંસકોનું અભિવાદન કર્યુ. પૂજારાએ ટ્વીટર તેની પત્નીને પણ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.પૂજારાએ લખ્યું હતું કે ભારતીય ક્રિકેટર તરીકે દસ વર્ષ પૂરા કરવા બદલ હું મારી જાતને ગૌરવશાળી અનુભવુ છુ. રાજકોટમાં ક્રિકેટ રમીને મોટો થયો. ક્યારેય વિચાર્યુ ન હતુ કે હું આટલા ઊંચા સ્તરે રમીશ. ટીમ માટે હું હજી પણ વધુ પ્રદાન આપવા તૈયાર છું. યોગાનુયોગ એ છે કે આજે મારી પત્ની પૂજાનો જન્મદિવસ છે, તેથી પૂજાએ તે સુનિશ્ચિત કર્યુ છે કે હું આ તારીખ ક્યારેય ન ભૂલું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *