મુંબઇ : દિગ્દર્શક નિતેશ તિવારીની આવનારી ફિલ્મ રામાયણની ચર્ચા હાલ મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં થઇ રહી છે. આ ફિલ્મને નિર્માતા મધુ મન્ટેના મોટા પાયે નિર્માણ કરવાની યોજનામાં છે.

પહેલા આ ફિલ્મમાં સીતાના રોલ માટે દીપિકા પદુકોણનું નામ ચર્ચામાં હતું. પરંતુ હવે રિપોર્ટના અનુસાર, ફિલ્મ મેકર્સ કરીના કપૂરના નામ પર પણ વિચાર કરી રહ્યા છે. ફિલમ નિર્માતા આ બન્ને અદાકારાઓમાંથી કોઇ એકને સીતાના પાત્ર માટે સાઇન કરશે. 

સૂત્રના અનુસાર, આ ફિલ્મમાં રાવણના પાત્રમાં ઋતિક રોશન જોવા મળવાનો છે, જ્યારે રામના પાભમાં સાઉથનો સુપરસ્ટાર મહેશબાબુ જોવા મળશે. 

રિપોર્ટને માનીએ તો, ફિલ્મ રામાયણની સ્ટારકાસ્ટની સત્તાવાર ઘોષણા કોરોના કાળ પૂરો થતાં જ કરવામાં આવશે. આ પહેલા આ ફિલ્મનું  શૂટિંગ શક્ય નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *