કેરળના એઝીમલામાં INA પાસિંગ આઉટ પરૅડમાં ભારતીય સેનાના વડા જનરલ નરવાણેએ સેડ્રિક સિરિલને ‘ચીફ ઑફ ધ નૅવલ સ્ટાફ ગોલ્ડ મેડલ’ એનાયત કર્યો હતો, સેડ્રિકના મોટાભાઈ અને ભાભી પણ સેનામાં અધિકારી તરીકે કાર્યરત, સેડ્રિકની N.C.C.થી નૌકાદળ અધિકારી સુધીની સફર ગુજરાત સરકારના યુવા પ્રોત્સાહન થકી રાષ્ટ્રનિર્માણના અભિગમની પરિચાયકમાતૃભૂમિની સેવા કરવાની ઝંખનાએ સેડ્રિકને સફળતા અને ઉત્કૃષ્ટતાના શિખરે પહોંચાડ્યો.

સેડ્રિકની આ સિદ્ધિ ગુજરાત સરકારના યુવા પ્રોત્સાહન થકી રાષ્ટ્રનિર્માણ અને રાષ્ટ્રસેવાના અભિગમની પરિચાયક છે. આ સિદ્ધિ એ પણ દર્શાવે છે કે ગુજરાતીઓ માત્ર વેપાર-ધંધામાં જ હોનહાર નથી, પણ પોતાની કુનેહ, ઉત્કૃષ્ટતા અને બુદ્ધિક્ષમતાથી સશસ્ત્ર દળોમાં પણ જોડાઇ શકે છે. પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી માટે માદરેવતન અમદાવાદ આવેલા સેડ્રિકે જણાવ્યું હતું કે, પહેલા તેનો વિચાર મર્ચન્ટ નૅવીમાં જોડાવાનો હતો.

આ યુનિટમાં જ સેડ્રિકે ત્રણ વર્ષની N.C.C.ની તાલીમ પૂરી કરી. આ તાલીમ દરમિયાન સેડ્રિકે ચાર કૅમ્પ કર્યાં, જે પૈકી તિરૂપતિ ખાતે યોજાયેલા નૅશનલ કૅમ્પમાં સેડ્રિકને ઉત્તમ પ્રદર્શન માટે ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત થયો. આ સફળતાએ સેડ્રિકને વધુ પ્રોત્સાહન પ્રદાન કર્યું હતું.માતૃભૂમિ માટે કંઈક કરવાની ચાહત સેડ્રિકને એન.સી.સી.થી નૅવીમાં એક અધિકારીના પદ સુધી લઇ ગઇ. સેડ્રિકે N.C.C.ની ત્રીજા વર્ષના અંતે લેવાતી ‘C’ સર્ટિફિકેટની પરીક્ષા આલ્ફા ગ્રેડ સાથે પાસ કરીને ગુજરાત સ્ટેટમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.

સિલેક્શન સેન્ટર સેન્ટ્રલ ભોપાલ – 20 સર્વિસિઝ સિલેક્શન બોર્ડ ખાતે સાત-આઠ દિવસ સુધી ચાલતા ઉમેદવારોના સઘન તબીબી પરીક્ષણ(SSB) માં પણ સેડ્રિક N.C.C. એન્ટ્રી પૈકી પ્રથમ ક્રમ મેળવીને સિલેક્ટ થયો હતો. કેરળના એઝીમલામાં આવેલી ઇન્ડિયન નૅવલ અકાદમીમાં સેડ્રિકે એક વર્ષની તાલીમ મેળવી.કોચીમાં 27 ડિસેમ્બરથી સેડ્રિકની આગામી C ટ્રેનિંગ શરૂ થઈ રહી છે, સેડ્રિકની માતૃભૂમિની સેવા કરવાની ઝંખનાએ સેડ્રિકને સફળતા અને ઉત્કૃષ્ટતાના શિખરે પહોંચાડ્યો.

ઉલ્લેખનીય છે કે સેડ્રિકના મોટાભાઈ અને ભાભી પણ સેનામાં અધિકારી તરીકે કાર્યરત્ છે અને સેડ્રિકના માતા પણ N.C.C.માં ભાગ લઇ ચૂક્યા છે, તેથી સેડ્રિકને સહજતાથી દેશ સેવાના સંસ્કાર મળ્યાં હતાં.સેડ્રિકના માતા તાજી સિરિલ જણાવે છે કે સંતાન ડિફેન્સ સેવામાં જોડાય એ જ મારું સ્વપ્ન હતું. કોઇને કોઇ વ્યક્તિના સંતાને તો દેશ સેવામાં જોડાવાનુ જ હોય છે, મારા સંતાન દેશ સેવામાં જોડાયા છે જેનો મને ગર્વ છે.સેડ્રિકના પિતા લુકોસ સિરિલ કહે છે કે સેડ્રિક બાળપણથી જ તેજસ્વી હતો. તે નાનપણથી જ ડિફેન્સ બેકગ્રાઉન્ડથી વાકેફ હતો.

તેથી જ બાળવયથી જ તેના દિલમાં દેશસેવાની જ્વાળા આકાર લેવા લાગી હતી. આજે મારા સંતાનો મારાથી ભલે દૂર છે પણ દેશ માટે કામ કરે છે તેનો મને ગર્વ છે.આજે સેડ્રિક સમગ્ર અમદાવાદ નહીં પણ સમગ્ર ગુજરાતના સૈન્ય સેવાઓમાં જોડાવા ઇચ્છુક હોનહાર યુવાઓ માટે સફળતાનું ઉદાહરણ બન્યો છે. દેશ સેવાના સંકલ્પ સાથે સેડ્રિકે ગુજરાતમાં એક નવી મિસાલ પ્રસ્થાપિત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *