સંજય લીલા ભણશાલી પોતાની આગામી રોમેન્ટિક ફિલ્મની તૈયારી કરી રહ્યા છે. જેમાં તેમને લીડ રોલ શાહરૂખ ખાન એટલે કે કિંગ ઓફ રોમાન્સ ભજવે તેવી ઇચ્છા છે. 

સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, દિગ્દર્શકે પોતાની આગામી ફિલ્મનું નામ ઇઝહાર રાખ્યું છે. ભણશાલીએ આ ફિલ્મની સ્ક્રિપ્ટ શાહરૂખ ખાનને જ ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે. કહેવાય છે કે, આ ફિલ્મની વાર્તા સત્યઘટના પર આધારિત છે.

Shahrukh Khan- Most Successful Entrepreneur of Bollywood

સૂત્રના અનુસાર ભણશાલીની ઇચ્છા આ ફિલ્મ શાહરૂખ સાથે જ બનાવાની છે. આ એક લવસ્ટોરી છે. જે એક ભારતીય યુવક અને નોર્વેની યુવતીની પ્રેમકહાની છે. જેમાં એક યુવક નોર્વેમાં રહેતી પોતાની પ્રેમિકાને મળવા માટે ઇન્ડિયા ટુ નોર્વે સાઇકલની સફર કરી હતી. દિગ્દર્શક સંજય લીલા ભણશાલી આ ફિલ્મ પર ચાર વરસથી કામ કરી રહ્યા છે. 

ભણશાલી આ ફિલ્મની વાર્તા પર શાહરૂખના હિસાબે ફરી કામ કરવા માંગે છે. આ પછી શાહરૂખ આ ફિલ્મમાં કામ કરવા રાજી થાય છે કે નહીં તે તો સમય જ જણાવશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા શાહરૂખ અને ભણશાલીએ દેવદાસ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *