પીઝામાં કોલેસ્ટરોલનું પ્રમાણ ખૂબ વધારે છે, જે હ્રદયરોગનું જોખમ વધારે છે. જો તેમાં ચિકન ઉમેરવામાં આવે છે, તો પછી કોલેસ્ટરોલનું પ્રમાણ વધુ વધે છે. આવી સ્થિતિમાં, હ્રદયના દર્દીઓએ તેનાથી દૂર રહેવું જોઈએ. વજન વધે છે, લોકો મોટે ભાગે મોટા મોટી સાઈઝનાં પિઝા ઓર્ડર કરી દે છે અને તેનું ઓવરઈટિંગ કરે છે પિત્ઝા ખાવામાં વધારે ટેસ્ટી હોવાને કારણે લોકો મન ભરાઈ ન જાય ત્યાં સુધી ખાય છે. તેનાંથી વજન વધવાનો ખતરો રહે છે. ડાયાબિટીસનાં દર્દીઓ માટે ખતરનાક પિત્ઝાની એક સ્લાઈસમાં ઘણી માત્રામાં કાર્બ્સ હોય છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. લાંબા સમય સુધી પિત્ઝા ખાવાથી ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.

જે જલ્દી બની જાય અથવા સમયના અભાવને લીધે બહારનો વાસી ખોરાક અથવા પેકેટવાળો ખોરાક ખાતા હોઈએ છીએ. પણ શું આપણે એમ વિચાર્યું છે કે જે ખોરાક આપણે લઈએ છીએ એમાં પૂરતા પ્રમાણમાં પોષકતત્ત્વો છે જે હેલ્ધી જીવન જીવવા માટે આપણા શરીરને જરૂરી છે. આજના સમયમાં લોકો બધું માંદા પડતા હોય છે. નવી નવી બીમારીઓ નો ભોગ બને છે, જેનું કારણ અપૂરતા પોષક તત્વો છે જેની ઉણપ ને લીધે શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે.

તેથી લોકો આખો દિવસ વગર ખાધે ઉપવાસ કરતા હોય છે. પણ હકીકતમાં એવું નથી .રોજિંદા જીવનમાં ખોરાક ન લેવાથી તે ખોરાકમાંથી મળતા પોષકતત્ત્વો એટલેકે ન્યુટ્રીશન શરીરને મળતા નથી.જેને કારણે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. વારે-વારે બીમાર પડે છે. અથવા તેને ચક્કર આવે છે. યોગ્ય સમયે સંતુલિત આહાર લેવાથી અને વ્યાયામ કરવાથી શરીર સ્વસ્થ રહે છે. થોડા થોડા સમયના અંતરે ખોરાક લેવો જોઈએ.

આજના સમયમાં ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે મને કારેલા નથી ભાવતા કે મને કેળા નથી ભાવતા કે મને દૂધ પીવાથી કફ થઈ જાય છે. આવા ઘણા બહાનાઓ કરવાથી શરીર કુપોષિત રહી જાય છે. ફળો અને શાકભાજી સારા પ્રમાણમાં તમારા ખોરાકમાં લેવા જોઈએ. તેમાં જે મિનરલ્સ અને વિટામિન્સ મળે છે.તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.જેનાથી વ્યક્તિ લાંબા સમયમાં સુધી બીમાર નથી થતી . આજના સમયમાં બાળકોને બધા ફાળો અને શાકભાજી ખાવાથી ટેવ પાડવી જોઈએ જેથી તે કુપોષિત ન રહે.

આજના સમયમાં વજન ઉતારવા માટે લોકો જીમમાં જાય છે, કસરત કરતા હોય છે અને શરીરને ફિટ રાખે છે. આ કસરત દરમિયાન શરીરને ફિટ રાખવા માટે પ્રોટીનયુક્ત આહાર લે છે.

વિવિધ પ્રકારના પ્રોટીન પાવડર, અંકુરિત કરેલા મગ, કાળા ચણા, વિવિધ પ્રકારની બાફેલી દાળ ખાતા હોય છે. તેનું કારણ એ છે કે તેનાથી શરીરમાં નવા સેલ્સ બને છે તે ઉપરાંત આ ખોરાક પચાવવામાં ભારે હોવાથી જલ્દી ભૂખ લાગતી નથી. આને લીધે શરીરમાં ન ખાવાના ખાદ્યપદાર્થો ખવાતા નથી અને સાથે કસરત થતી હોવાથી શરીર સંતુલિત રહે છે. ઘણા લોકોમાં એવું તમે સાંભળ્યું હશે કે હિમોગ્લોબીન ઓછું છે. જેના લીધે શરીરમાં થાક લાગે છે, માથું દુખે છે, ચક્કર આવે છે વગેરે જેવી તકલીફો ઉભી થાય છે.

આજના સમયમાં લોકો કામમાં એટલા ડૂબી જતા હોય છે કે કામની ચિંતા,ઘરમાં કોઈ તકલીફ હોય ,માનવી પૈસા કમાવાની પાછળ એવી આંધળી દોટ મૂકે છે કે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું જ ભૂલી જાય છે.આવા સમયે આ જ પોષકતત્ત્વો શરીરને ઉર્જા પુરી પાડે છે.આયર્ન એ શરીરમાં લોહી અને તેનું પરિભ્રમણ વધારે છે. તે મુખ્યત્વે ખજૂર,ગોળ,અંજીર,લીલા પાંદડાવાળા શાકભાજી, ગાજર, બીટ જેવા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે. આ જ ખાદ્યપદાર્થો જેનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાનું ટાળીયે છીએ.

આવા ઘણા પોષક તત્ત્વો આપણા રોજિંદા જીવનમાં આપણી આસપાસના ખાદ્ય પદાર્થોમાંથી સહેલાઈથી મળી રહે છે.આજના સમયમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકોમાં પણ પોષકતત્ત્વોની ખામી જોવા મળે છે. પહેલાના સમયમાં ફક્ત ગરીબ બાળકોમાં જ કૃપોષણ જોવા મળતું હતું પણ આજના સમયમાં સારા ઘરના લોકો અને બાળકોમાં પણ પોષકતત્ત્વોની ખામી જોવા મળે છે અને તેનું કારણ છે ખોરાક લેવાની ખોટી ઢબ.

બાળક જયારે એમ કહે છે કે મને દૂધ નથી ભાવતું તો માતા પિતા તે માની લેતા હોય છે પણ તેનો પર્યાય શોધતા નથી. તે સમયે બાળકને સમજાવીને દૂધને બીજા સ્વરૂપે પીવડાવી શકાય છે જેમકે દૂધમાં ફળ ઉમેરી તેનો શેક બનાવાય, ફ્રૂટ સલાડ બનાવાય, ગાજર કે દૂધીની ખીર બનાવાય. આ સ્વરૂપે ખોરાકમાં થોડા પરિવર્તન કરીને બાળકોને સમજાવી શકાય છે. એજ રીતે ઘણા શાકભાજી અને ફળોનો બીજા સ્વરૂપમાં પરિવર્તન કરી અલગ રેસીપીથી બાળકોને પૂરતા પોષકતત્ત્વો વાળો આહાર આપવો જોઈએ.

તેવી જ રીતે મોટી ઉંમરના વ્યક્તિઓમાં પણ પોષકતત્ત્વો ની ખામીઓ જોવા મળે છે. કોઈને વિટામિન – B12 ની ઉણપ છે તો કોઈને આયર્નની તકલીફ છે. કોઈને ડાયાબિટીસ તો કોઈને બ્લડપ્રેશરની બીમારી છે. આ બધી બીમારીઓ થી બચવા સંતુલિત અને યોગ્ય સમયે આહાર લેવો જરૂરી છે.આજના સમયમાં પોષકતત્ત્વો ( નુટ્રિયન્સ ) નું મહત્વ ઘણું વધી ગયું છે. સ્વસ્થ જીવન જીવવા માટે રોજિંદા આહારમાં યોગ્ય પોષકતત્ત્વો યુક્ત આહાર લેવો અને યોગ્ય વ્યાયામ કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *