મળેલી માહિતીના અનુસાર, તાપસી પન્નુ એક સાયન્સ-ફિકશન ફિલ્મમાં નજરે ચડવાની છે. આ ફિલ્મમાં એક એલિયનની વાર્તા હશે. ફિલ્મનું નામ એલિયન હોવાની શક્યતા છે. આ ફિલ્મનું દિગ્દર્શન ભારત નીલકંઠ કરવાના છે. 

કહેવાય છે કે, આ ફિલ્મ માટે વીએફએક્સનો ભરપુર ઉપયોગ કરવામાં આવશે.

મુંબઇ : તાપસી પન્નુએ બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. તાપસીએ પાસે સારા પ્રોજેક્ટસ હોવાની સાથેસાથે તેણે એક વધુ ફિલ્મ સાઇન કરી છે. કહેવાય છે કે, તાપસીએ એક યુનિક વિષયવાળી ફિલ્મમાં કામ કરવાનો રસ દાખવ્યો છે.

ફિલ્મના બજેટમાંથી રૂપિયા ૧૦ કરોડતો વિઝ્યુઅલ ઇફેક્ટ માટે ખર્ચો કરાશે. 

તાપસી જલદી જ ફિલ્મ હસીન દિલરુબામાં જોવા મળવાની છે. તેમજ તે રશ્મિ રોકેટ, લૂપ લપેટા, દોબારા અને શાબાશ મિઠ્ઠુ જેવી ફિલ્મોમાં કામ કરી રહી છે. 

દિગ્દર્શકે તાપસીને ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી છે. જે તાપસીને પસંદ પડી છે. આ ફિલ્મને વિવિધ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં દર્શાવામાં આવશે કે ભારતમાં એલિયન કઇ રીતે આવી શકે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *