નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ-૧૩ ની કન્ટેસ્ટન્ટ રશ્મિ દેસાઇ ભલે ફિલ્મો કે સિરિયલમાં નજર આવી રહી ના હોય પરંતુ પોતાની તસ્વીરો અને વીડિયોનાં કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. રશ્મિ દેસાઇ સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર છે અને દરરોજ પોતાની તસ્વીરો અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહે છે. હવે રશ્મિએ પોતાનો એક ધમાકેદાર ડાન્સ વિડીયો શેર કર્યો છે, જેને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

રશ્મીએ કર્યો જબરદસ્ત ડાન્સ.ઇન્સ્ટાગ્રામ પર રશ્મિ દેસાઇનાં ૪.૨ મિલિયન ફોલોઅર્સ છે. તે પોતાના ફેન્સને એન્ટરટેઇન કરવા માટે તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં જ તેમણે પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કાર્ડી બી ના ગીત “I Know Thats Right” પર ડાન્સ કરતી નજર આવી રહી છે. રશ્મિનાં અમુક ફેન્સને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો છે તો વળી ઘણા લોકોએ તેમને ટ્રોલ પણ કરી છે.ટ્રોલર્સે કરી રશ્મિની આલોચના.એક યુઝર્સે લખ્યુ છે કે, “કોરોના છે ઘર પર રહો”. વળી અન્ય એક યુઝર્સે લખ્યુ છે કે, “સ્કર્ટ ઉપર થઈ જવાનું ટેન્શન નથી ?”. વળી અન્ય એક યુઝર્સે લખ્યુ છે કે, “અરે અરે દીદી શું થઈ ગયું”. રશ્મિનાં એક ફેન્સે લખ્યું છે કે, “ક્યાં જવાની કોશિશ કરી રહ્યા છો રશ્મીજી. ગ્લેમરસનો મતલબ એવો નથી કે તમે કંઈપણ પહેરી લો, તમે મારા ફેવરિટ હતાં પરંતુ હવે નથી.

થોડા સમય પહેલા તેના હોટ ફોટોશૂટની તસ્વીર ફેન્સ સાથે શેર કરી છે. આ તસ્વીરમાં તે સૂરજમુખીના ફૂલોથી બનેલા ટોપ અને બોલ્ડ લોન્ગ સ્કર્ટમાં નજરે ચડે છે. ફેન્સ તેની તસ્વીર જોઈને ક્રેઝી થઇ રહ્યા છે. પરંતુ રશ્મિની આંખની નીચે કાળા કુંડાળાને કારણે લોકો કમેન્ટ કરી રહ્યા છે.એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, તમારી દિશા તમારી સ્પીડથી વધુ મહત્વપૂર્ણ છે. રશ્મિ દેસાઈએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં તે પિંક કલરના આઉટફિટમાં નજરે ચડે છે. 

.પિન્કવીલાની એક રિપોર્ટ મુજબ, રશ્મિ દેસાઈએ પોતાના કાસ્ટિંગ કાઉચનો ભયાનક એક્સપિરિયન્સ શેયર કરતા જણાવ્યું કે ’13 વર્ષ પહેલા મેં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે સમયે હું ખુબ જુવાન હતી અને પુરી રીતે નોન ફિલ્મી બેકગ્રાઉન્ડથી હતી. ‘ઇન્ડસ્ટ્રીમાં જોઈને ઓળખાતી નહોતી, મને આજે પણ યાદ છે કે જયારે મને કહેવામાં આવ્યું કે જો તું કાસ્ટિંગ કાઉચથી ન ગુજરીશ તો તને કામ મળશે નહિ.’

રશ્મિએ જણાવ્યું : ‘તેનું નામ સૂરજ હતું, મને હવે ખબર નથી હવે તે ક્યાં છે? પહેલી વખત જયારે અમે મળ્યા હતા તો તેણે મને statistics વિષે પૂછ્યું. તે સમયે મને આનો મતલબ ખબર નહોતી અને તે આ વાત જાણતો હતો કે હું આ ફિલ્ડમાં બિલકુલ નવી છું’ ‘તે પહેલો માણસ હતો, જેણે મારો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે મારી સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કર્યું. એક દિવસ તેણે મને ઓડિશન માટે બોલાવી અને મેં ખુબ એક્સાઈટેડ હતી.’આગળ તેને જણાવ્યું કે “હું ત્યાં પહુંચી ગઈ અને ત્યાં તેના સિવાય બીજું કોઈ હતું નહિ. કોઈ કેમેરો પણ નહોતો. તેણે મારા ડ્રિન્કમાં કંઈક મિક્ષ કર્યું અને મને બેભાન કરવાનો પૂર્ણ પ્રયાસ કર્યું. હું બોલતી રહી મને ડ્રિન્ક પીવી નથી.’‘જેમ તેમ કરીને પણ અઢી કલાકમાં ત્યાંથી નીકળવામાં સફળ રહી અને મેં મારા માતા-પિતાને આ બધું જણાવી દીધું. બીજા દિવસે અમે તેને મળવા ગયા અને આ વખતે મારી માતાએ તેને લાફો માર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *