અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર એ દરેકને  ગુસ્સામાં આવીને ઉત્તર આપ્યો છે. જેઓ કોરોના મહામારી દરમિયાન સેલિબ્રિટીઓએ આપેલા ડોનેશન વિશે જાણવા માંગે છે. 

અમિતાભે ગુસ્સામાં આવીને કહ્યું હતું કે, લોકો સેલિબ્રિટીઓના કોરોનાકાળ દરમિયાનના દાનની  વિગતો જાણવામાં રસ લઇ રહ્યા છે તેમજ ટ્રોલ પણ કરી રહ્યા છે. તેમણે બ્લોગ પણ જણાવ્યું હતું કે, હા, હું ચેરિટી કરું છું. પરંતુ મારું માનવું છે કે, મારે આ બાબતે ખુલાસાઓ કરવાની જરૂર હોવી ન જોઇએ. મારા દાનની વિગતો જણાવતા મને શરમ આવે છે. હંમેશાથી આપેલા કોઇને ડોનેશન વિશે વાત કરવાનું મને પસંદ નથી. પરંતુ આજે મારે જબરજસ્તીથી મેં કરેલા ડોનેશન વિશે જણાવવું પડે છે. 

મારા અંગત ફંડમાંથી મેં લગભગ ૧૫૦૦ ખેડૂતોના ઋણ મેં બેન્ક દ્વારા ચુકવ્યા છે. જેથી તેમને આત્મહત્યાના સંજોગો ઊભા ન થાય. આ કિસાનોમાંથી ઘણા લોકો મુંબઇ આવ્યા હતા તેમજ તેમને ઋણ રદ થયાનું સર્ટિફિકેટ આપવાની સાથે તેમને મુંબઇ દર્શન કરાવી ખવડાવી પીવડાવી પાછા સમ્માનભેર મોકલ્યા હતા. 

ગયા વરસે કોરોના કાળ દરમિયાન્ કોરોનાગ્રસ્ત લોકોને ચાર લાખ દૈનિક ભત્તા તેમજ મજૂરોને એક મહિના સુધી ખાવાનું આપ્યું. તેમજ શહેરમાં રોજ ૫૦૦૦ લોકોને રાત-દિવસ ભોજન અપાતું હતું. 

પ્રવાસીઓ ચાલીને ઘરે જતા હતા ત્યારે તેમને ચપ્પલ, જુતા આપવામાંઆવ્યા હતા. તેમજ તેમના માટે ૩૦ બસ અને ખાવાપીવાની સગવડ કરવામાં આવી હતી. 

મુંબઇથી ઉત્તર પ્રદેશ પૂરી એક ટ્રેન બુક કરાવીને ૨૮૦૦પ્રવાસીઓને મફતમાં ઘરે પહોંચાડવાની તૈયારી હતી. પરંતુ ટ્રેન કેન્સલ થતા તેમને ઇન્ડિગોના ચાર્ટર્ડ પ્લેનથી દરેક ફ્લાઇટમાં ૧૮૦ પ્રવાસીઓને યૂપી, બિહાર, રાજસ્થાન અને જમ્મૂ કાશ્મીરના ગામ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. 

શ્વેતા અને અભિષેકે પુલવામાના ભીષણ આતંકવાદી હુમલામાં થયેલા છિન્નભિન્ન પરિવારોને  આર્થિક મદદ કરી.

દિલ્હીમાં એક ડાયગનોસ્ટિક સેન્ટક શરૂ કરાવ્યું. જેમાં એક એમઆરઆઇ મશીન, સોનોહ્રાફી મશીન અને સ્કેન માટેના જરૂરી ઉરકરણો મારા નાના, નાની અને માતાની યાદમાં મુકાવ્યા. 

જુહુ આર્મી લોકેશનમાં સ્કુલ હોલને ૨૦-૨૫ બેડની હોસ્પિટલ સેટ કરવાના પ્રયાસ છે જેનું ડોનેશન અપાઇ ગયું છે. 

૨૫૦-૪૫૦ બેડની ક્ષમતાવાળુ સેન્ટર રકાબગંજ સાબિહ ગુરુદ્વારામાં ચલાવામાં આવે છે. તેમને ઓક્સિજન મળે તેના માટે પ્રયાસ ચાલુ છે. તેમજ વેન્ટિલેટરની સગવડની પણ કોશિષ થઇ રહી છે. ૨૦ વેન્ટિલેટર મંગાવ્યા છે જેમાંથી દસ આવી ગયા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *