ધૂમ્રપાન બંધ કરો. બાળકનું વજન ખૂબ ઓછું હોવા પાછળનું સૌથી મોટું કારણ તેની માતાનું ધૂમ્રપાન હોઈ શકે. તમારા પતિને પણ ચોખ્ખું કહી દો કે સર,  તમારી સિગારેટનો ધુમાડો મારા નાક વાટે આપણા બચ્ચા સુધી પહોંચી રહ્યો છે. સો, સ્ટોપ સ્મોકિંગ.

– એવું જ શરાબનું સમજવું. (થેન્ક ગોડ, આપણા ઈન્ડિયામાં સિગારેટ ફૂંકતી અને દારૂ પીતી સ્ત્રીઓ અત્યંત ઘુમતીમાં છે.) શરાબ પીતી ગર્ભવતી માતાના બાળક ફોટલ-આલ્કોહોલ સિન્ડ્રોમથી પીડાઈ શકે છે, કે જેમાં બાળકનું કદ નાનું રહી જાય છે તેનો આઈક્યુ (બુદ્ધિઆંક) નીચો રહી જાય છે.

– વીસથી ત્રીસ વર્ષ વચ્ચેનો સમયગાળો સ્ત્રી માટે ગર્ભધારણ અને પ્રસૂતિ માટે ઉત્તમ છે. રક્તમાં કોમ્પ્લિકેશન્સ, કિડની પ્રોબ્લેમ્સ, ગર્ભપાત થઈ જવો વગેરે સમસ્યાઓ સામાન્યપણે વીસી વટાવી લીધા પછી શરૂ થતા હોય છે.

– પૂરતું જમો. નવાં સંશોધનો પ્રમાણે જે સ્ત્રીનું વજન ૨૨ થી ૨૭ પાઉન્ડ વધે તે તંદુરસ્ત બાળકને જન્મ આપતી હોય છે. ઉત્તમ ગુણવત્તાસભર અને સંતુલિત આહાર લેવો. તાજાં ફળો અને લીલાં શાકભાજી ખાવાં. રોજ ત્રણ જ વાર જમવાને બદલે છ વખત ખોરાક લેવો.

– નશીલી દવાઓ તો દૂરની વાત છે, પણ ઊંઘવાની ગોળી સુધ્ધાંથી દૂર રહેવું, કારણ કે તેનાથી ગર્ભના હોર્મોનલ બેલેન્સમાં ગંભીર ક્ષતિ પહોંચી શકે છે. કોઈ પણ દવા (પછી તે એસ્પિરીન જેવી સાદી ટીકડી પણ કેમ ન હોય) મોંમાં નાખતાં પહેલાં ડોક્ટરને પૂછી લો.

– એક્સ-રે, એનેસ્થેટિક ગેસ, જંતુનાશકો, પેટ્રોકેમિકલ, પોલિસ્ટાયરીન અને બેન્ઝિન જેવી ચીજોથી ગર્ભને નુકસાન પહોંચી શકે છે. એમનાથી દૂર રહો. તમારી નોકરીમાં આવી ચીજોથી પનારો પડતો હોય તો ડોક્ટરની સતત સલાહ લો. એક્સ-રે અવગણવા. દાંતનો એક્સ-રે પણ ન કઢાવવો.

ગર્ભાધાનની જાણ થાય કે તરત સારા ગાયનેકોલોજિસ્ટને મળી આવો. સાતમો મહિનો બેસે ત્યાં સુધી પ્રતિમાસ એક વાર ચેકઅપ જરૂર કરાવવું. છેલ્લા તબક્કે દર પખવાડિયે અને પછી દર સપ્તાહે ચેકઅપ કરાવવું. હાયપરટેન્શન, ડાયાબિટીસ, કાર્ડિયોવસ્ક્યુલર ડિસીઝ જેવા રોગો ચેકઅપ દરમિયાન પારખી લેવાય છે અને તેનો ઈલાજ પણ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *