અભિનેતા સૂરજ થાપરની કોરોના ટેસ્ટ થોડા દિવસ પહેલા પોઝિટિવ આવી હતી. આ પછી તેને  મુંબઇના ગોરેગામની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે અહીં તેના સ્વાસ્થ્યમાં ખાસ સુધારો જોવા મળ્યો નહતો. તેથી હોસ્પિટલના ડોકટરની સલાહ મુજબ સૂરજ થાપરને મોટી જાણીતી હોસ્પિટલમાં સારવાર કરાવાની સલાહ આપવામાં આવી હતી. 

અભિનેતાના પરિવારની નજીકના એક મિત્રે જણાવ્યું હતું કે, સૂરજને ગોરેગામની હોસ્પિટલમાં કોઇ ફાયદો જણાયો નહોતો. તેથી તેને વધુ સારી અને  જાણીતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ભગવાનને પ્રાર્થના કરીએ અને આશા રાખીએ કે સૂરજ જલદી સારો થઇ જાય. 

સૂરજે ટેલીવિઝનની ઘણી સિરીયલોમાં કામ કર્યું છે. હાલ તે શોર્ય ઓર અનોખી કહાનીનું શૂટિંગ કરી રહ્યો છે. 

ડોકટરની સલાહને અનુસરીને સૂરજ થાપરને  હવે મુંબઇની બાંદરાની લીલાવતી હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે તેના સ્વાસ્થ્યમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *