કોરોના વાઇરસની બીજી લહેર દેશમાં ઘાતક સાબીત થઇ છે. મહામારીનું વિકરાળ સ્વરુપ જ્યારે સામે આવ્યું ત્યારે દેશના સામાન્યથી લઇને ખાસ તમામ લોકો ડરનો અનુભવ કરવા લાગ્યા. બોલિવૂડમાં પણ અનેક સ્ટાર્સ કોરોનાનો શિકાર બની ચૂક્યા છે.

એક અંગ્રેજી દૈનિકની વેબસાઇટના સમાચાર અનુસાર દીપિકા પદુકોણની પરિવારના નજીકના મિત્ર વિમલ કુમારે સમાચાર આપ્યા હતા.

હાલમાં જ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણના પિતા પ્રકાશ પદુકોણને લઇને એક સારા સમાચાર સામે આવ્યા છે. તેઓએ કોરોનાને માત આપી દીધી છે. 

તેઓએ જણાવ્યું કે, દીપિકા પદુકોણનો પરિવાર અંદાજે 10 દિવસ પહેલાં કોરોના વાઇરસથી સંક્રમિત થયો હતો, દીપિકાના પિતાને બેંગ્લુરુની હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા

દીપિકા પદુકોણના પિતા પ્રકાશ પદુકોણ, માતા ઉજ્જલા પદુકોણ અને બહેન અનીશા પદુકોણ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા. પિતા બેંગ્લુરુની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જોકે પ્રકાશ પદુકોણ સંપૂર્ણ રીતે ઠીક થઇ ગયા છે.

અને તેમને એક જ વીકમાં ડિસ્ચાર્જ કરી દેવાયા હતા. પ્રકાશ પદુકોણના નજીકના મિત્રએ પીટીઆઇને જણાવ્યું કે, અંદાજે 10 દિવસ પહેલાં જ પ્રકાશ, તેની પત્ની અને દીકરી અનીશા કોવિડ-19ના લક્ષણો દેખાતા રિપોર્ટ કરાવ્યો હતો, જેમાં તેઓ પોઝિટિવ દેખાયા હતા. પ્રકાશ સિવાય તેની પત્ની અને દીકરી ઘરે જ ક્વોરન્ટાઇન થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *