દુનિયામાં સૌથી અમીર વ્યક્તિ હોવું એટલે તમારી પાસે અખૂટ સંપત્તિ, શક્તિ અને પ્રતિષ્ઠા હોવી. આવા ધનવાને કંઈપણ ખરીદતા પહેલા વધારે વિચારવાની જરૂર નથી પડતી.અત્યારે દુનિયાના સૌથી અમીર શખ્સ છે એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ. જાણો તેમની અખૂટ સંપત્તિથી તેમણે શું શું ખરીદ્યું છે?તેમની પાસે મોટી અને મોંઘી સંપત્તિમાં શું છે?

મ્યુઝિયમને બનાવ્યું ઘરઃજેફ બેજોસ પાસે વોશિંગટનમાં એક ઘર છે જે પહેલા ટેક્સટાઈલ મ્યુઝિયમ હતુ. તેણે 2016માં આ મ્યુઝિયમને 160 કરોડ રૂપિયામાં ખરીદી લીધું હતું. તેમાં 11 બેડરૂમ, 25 બાથરૂમ, 5 લિવિંગ રૂમ અને 2 એલિવેટર છે.પ્રાઈવેટ જેટઃબેજોસ પાસે પોતાનું જેટ છે. આ ગલ્ફસ્ટ્રીમ G-65OER જેટ દુનિયાના સૌથી ઝડપી પ્રાઈવેટ જેટમાંનું એક છે. તેની કિંમત 65 મિલિયન ડૉલર છે.

દસ હજાર વર્ષ કામ કરે તેવી ઘડિયાળઃદુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ માટે દરેક ક્ષણ કિંમતી છે. તે ટેક્સાસમાં એવી એક વિશાળ ઘડિયાળ બનાવડાવી રહ્યા છે જે 10 હજાર વર્ષ સુધી કામ કરશે. તેમાં તેણએ 293 કરોડ રૂપિયા ઈન્વેસ્ટ કર્યા છે.10 હજાર સ્ક્વેર ફીટનું એપાર્ટમેન્ટઃ ન્યુયોર્કના અપસ્કેલ સેન્ટ્રલ પાર્કના વેસ્ટ એરિયામાં બેજોસ પાસે ત્રણ જોઈન્ટ એપાર્ટમેન્ટ છે જે 10 હજાર સ્ક્વેર ફીટમાં ફેલાયેલા છે.

141 વર્ષ જૂનુ છાપુઃવોશિંગટન પોસ્ટ અમેરિકાના અગ્રણી અખબારોમાંનું એક છે. બેજોસે 141 વર્ષ જૂના અખબારને 23 કરોડ ડૉલરમાં ખરીદ્યું હતું.અંતરિક્ષ યાત્રીઓ માટે રોકેટ ફેક્ટરી.બેજોસ ઈચ્છે છે કે લોકો સામાન્ય પ્રવાસની જેમ અંતરિક્ષ યાત્રા પણ કરી શકે. આ સપનાને પૂરુ કરવા તેણે બ્લુ ઓરિજિન નામની કંપની બનાવી છે.

રોબો ડોગઃબેજોસે 2018માં એક તસવીર ટ્વીટ કરી હતી જેમાં તે રોબો ડોગ સાથે જોવા મળે છે. રિપોર્ટ્સ અનુસાર આ ડોગનું નામ સ્પોટ મિની છે. તે બોસ્ટન ડાયનેમિક્સે બનાવ્યો હતો. આ સ્પષ્ટ નથી કે બેજોસ એના માલિક છે કે નહિ, પરંતુ તેમણે ટ્વીટમાં લખ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *