તમને જણાવી દઈએ કે વર્ષ 1992 માં ફિલ્મ બલવાનથી ફિલ્મી કારકિર્દીની શરૂઆત સુનિલ શેટ્ટીએ કરી હતી.આ પછી તેમણે ઘણી તેજસ્વી ફિલ્મો આપી છે.આજના સમયમાં પણ તે ઘણા ચહિતા સ્ટાર્સ માનવામાં આવે છે.તમને જણાવી દઈએ કે આ અભિનેતા ફિલ્મો ઉપરાંત બિઝનેસ જગતમાંથી પણ કરોડો રૂપિયાની કમાણી કરે છે. સુનિલ શેટ્ટી ‘અન્ના’ તરીકે પણ પોતાની એક અલગ ઓળખ ધરાવે છે.

સુનીલ શેટ્ટીના આ ઘરમાં ઘણા કૂતરા પણ છે.તમે પણ તસવીરોમાં જોઇ શકાય છે કે સુનિલ તેની પત્ની મના સાથે કૂતરાઓથી ઘેરાયેલા બેઠા છે.ખંડાલામાં આ હોલીડે હોમનો બગીચો વિસ્તાર પણ ખૂબ ભવ્ય છે.અહીં તમે ચારે બાજુ હરિયાળી જ જોવા મળે છે.એવું કહેવાય છે કે આ ઘર આદિજાતિ થીમ પર બનાવવામાં આવ્યું છે.

સુનીલ શેટ્ટીને ઇન્ડીયાના અર્નોલ્ડ સ્વાજ્વેગર કહેવામાં આવે છે. તેની એક્ટિંગ બાકીના સ્ટાર્સ કરતા ખુબ જ અલગ છે. સુનીલ શેટ્ટીએ ધડકન, ટક્કર અને મોહરા જેવી ઘણી હીટ ફિલ્મો કરી છે. કુલ મિલાવીને સુનીલ શેટ્ટીએ 110 કરતા પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની દમદાર એક્શનથી લોકોનું મનોરંજન કર્યું છે. સુનીલ શેટ્ટીની ઉમર હાલ 56 વર્ષ છે અને તેણે હિન્દી ફિલ્મો સિવાય મલયાલમ, તમિલ અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ફિલ્મોથી દુર ગયા બાદ સુનીલે ખેલ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે અન્ય ફિલ્મ સ્ટાર્સની સાથે સેલીબ્રીટી ક્રિકેટ લીગની ટીમ ખરીદી છે જેના તે ખુદ કેપ્ટન છે. સાથે જ સુનીલ કપડાનું બુટ્ટીક પણ ચલાવે છે. સુનિલનું FTC નામથી એક ઓનલાઇન વેન્ચર પણ છે. જે બોલીવુડને એક નવું ટેલેન્ટ શોધીને આપે છે. મુંબઈમાં સુનીલનું Mischief Dining Bar અને Club H20ના નામથી ક્લબ પણ છે.

સુનિલ શેટ્ટીએ પોતાની ડેબ્યુ ફિલ્મ પહેલા જ લગ્ન કરી ચુક્યા હતા. હિન્દી સિવાય સુનિલે મલયાલમ, તમિલ અને ઈંગ્લીશ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સુનિલ ફિલ્મોમાં એક્શન હીરો તરીકે જાણવામાં આવે છે.

સુનીલે ‘હેરા-ફેરી’, ‘યે તેરા ઘર યે મેરા ઘર’, ‘ગોપી-કિશન’ અને ‘વેલકમ’ જેવી ઘણી કોમેડી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વર્ષ 2001મા આવેલી ફિલ્મ ‘ધડકન’ માટે સુનિલ શેટ્ટીને બેસ્ટ વિલેનનો ફિલ્મ ફેયર એવોર્ડ મળ્યો હતો.

ફિટનેસના મામલામાં સુનિલ શેટ્ટી યુવાઓને પણ માત આપે છે. સુનિલની કમર માત્ર 28 ઇંચની છે અને તે છેલ્લા 25 વર્ષોથી આજ માપના જીન્સ પહેરે છે. આ વાતને તે ખુદ ગર્વથી જણાવે છે. પોતાની આ કમરની સાઈજને મેન્ટેન કરવા માટે સુનિલ શેટ્ટી એક કઠિન રૂટિનને પણ ફોલો કરે છે. સુનિલ હેલ્દી અને ઘરનું ભોજન જ ખાય છે. જંક ફૂડ અને તળેલો ખોરાકને તે હાથ પણ નથી લગાવતા, સુનિલની જેમ તેનો દીકરો અહાન શેટ્ટી પણ જિમ ફ્રીક છે 56 વર્ષના એક્ટર સુનિલ શેટ્ટી પોતાની ફિટનેસને લઈને ખુબ જ કોન્શિયસ છે. આવળી મોટી ઉંમરમાં પણ તેની બોડી જોવા લાયક છે. તેમણે હાલમાં જ પોતાના ઈનસ્ટાગ્રામ પર 6 એબ્સ બનાવી રહેલી એક તસ્વીર શેયર કરી છે. ફોટો શેયર કરતા જ સોશિયલ મીડિયા પર તેના ફેન્સ બોલ્યા કે, ‘What a body Aanna’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *