અમદાવાદ બાર એસોસિએશનના પ્રમુખ પરેશ જાની અને સેક્રેટરી જગત ચોકસી દ્વારા લખવામાં આવેલા પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે સૂચિત કાયદાની જોગવાઇઓ મુજબ ભાડુઆતી મિલકતોના ન્યાયિક વિવાદ અંગે સરકાર કોર્ટના ન્યાયિક સત્તાક્ષેત્રના સ્થાને ત્રિસ્તરીય સમન્યાયિક માળખું ઉભું કરવા માગે છે. જેમાં સૌથી નીચે રેન્ટ ઓથોરિટી, તેના પર રેન્ટ કોર્ટ અને તેના પર રેન્ટ ટ્રિબ્યુનલની સમન્યાયિક સત્તાની નિમણૂક કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર નવાં ઘડેલા મોડેલ ટેનેન્સી એક્ટ-૨૦૨૧નેને અપનાવવા માટે ગુજરાત સરકાર હાલ વિચારણા કરી રહી છે. રાજ્યમાં પ્રવર્તમાન રેન્ટ હોટેલ એન્ડ લોજીંગ હાઉસ રેન્ટ્સ કન્ટ્રોલ એક્ટ-૧૯૪૭ને બદલી આ નવાં કાયદાને ન અપનાવવા અમદાવાદ બાર એસોસિએશને રાજ્યના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ, મુખ્યપ્રધાન વિજય રૃપાણી અને કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી છે.

આમ ન્યાયનિકના બદલે સમન્યાયિક સત્તા ઉભી કરી ન્યાયિક અદાલતો પાસેથી સત્તા છીનવવી યોગ્ય નથી. સમન્યાયિક કચેરીઓમાં થતો ભ્રષ્ટાચાર જાણીતો છે, આવી વ્યવસ્થાથી માલિકો અને ભાડૂઆતો હેરાન થશે અને સરકારની છબી પણ ખરડાશે. તેથી સરકારે મોડેલ ટેનેન્સી એક્ટ-૨૦૨૧ ન અપનાવવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *