વાપરવા પાછળ આયુર્વેદિક સમજ પણ છે. એ અનુસાર જો જમતી વખતે ઢીંચણિયું ડાબા પગના ઢીંચણ નીચે રાખવામાં આવે, તો જમણી સૂર્યનાડી શરૂ થાય છે, અને જમણી બાજુ મૂકો તો ચંદ્રનાડી શરૂ થાય છે. ઘન પદાર્થ જેવા કે દૂધપાક, બાસુંદી, લાડું, અરીહો વગેરે મિસ્ટાન જમવામાં સૂર્યનાડીનો ઉપયોગ થાય છે.

આથી ઢીંચણિયું ડાબા પગના ઢીંચણ નીચે રાખવાથી એ બધું પચી જાય છે. અને જો ખાલી દૂધ, દહીં કે પ્રવાહી પીવામાં આવે તો જમણી બાજુ ઢીંચણિયું મૂકી ચદ્રંનાડી શરૂ કરાય છે, જેથી પ્રવાહી હજમ થઈ જાય.

ઢીંચણિયું જ્યારે જમવા બેસીએ ત્યારે ગોઠણ નીચે રાખવામાં આવે છે.વધારે કહુ…કાંસાની થાળી બાજોટ ,જમ્યા પહેલા પિત્તળ નો પાણી ભરેલા કરશો સાથે ભોજનની થાળી મા અગ્નિ દેવતા વૈશ્વાનર ની જઠરાગ્નિ ઠારવા આહવાન, શ્લોક બોલી ને પ્રાર્થના કરીને થાળી ને પગે લાગવાની પરંપરા ….અને આ બધાને સાથ આપનાર ગોઠણ નીચે રાખેલું ઢીચણીયુ….જોકે આ બધી સંસ્કૃતિઓ તો હવે લુપ્ત થતી જાય છે.

આ બધા સંયોજનથી જે વ્યક્તિનું વ્યક્તિત્વ નુ અદ્ભૂત નિર્માણ થાય છે ને ત્યારે સંસ્કૃતિ ને આગળ વધારવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *