કોરોના વાયરસ મહામારીના કારણે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ ઉદભવી છે. પરિણામે દૈનિક વેતનધારીઓ પર આર્થિક સંકટ તૂટી પડયું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી એકવખત આર્થિક સંકટમાં આવી ગઇ છે. બોલીવૂડના માંધાતાઓ પોતાના વર્કર્સને જોઇતી મદદ આપી રહ્યા છે. સલમાન ખાન ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીના ૪૦૦૦૦ હજાર લોકોને  આર્થિક મદદ અને અનાજ પુરુ પાડવાનો છે. 

સલમાન ખાન, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્રન્ટલાઇન વર્ક્રસ, હેલ્થ વર્ક્સ તેમજ પોલીસોને ફુડ પેકેટો પહોંચાડી રહ્યો હોવાના પણ અગાઉ સમાચાર હતા. 

સૂત્રના અનુસાર સલમાન ખાને ૪૦,૦૦૦ શ્રમિકોને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાંથી ૨૫,૦૦૦ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમપ્લોયીઝમાં રજિસ્ટર્ડ થયેલા છે. જ્યારે બાકીના ૧૫,૦૦૦ મહિલા મજૂરો છે જે ફિલ્મ સિટી તેમજ અન્ય સ્ટુડિયોમાં કામ કરી રહી છે. આ દરેકના એકાઉન્ટમાં સલમાન ખાન રૂપિયા ૧૫૦૦ જમા કરશે અને એક મહિનાનું રેશનિંગ આપવાનો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *