કર્મનો સાદો સિદ્ધાંત સમજમાં આવી જાય તો..

મહાભારતના યુદ્ધ પછી રુકમણી જી એ કૃષ્ણ ભગવાન ને પૂછ્યું, હે નાથ મારા મનમાં શંકા ઉત્પન્ન થાય છે તમે આ પાપ થવા કેમ દીધું. ભીષ્મ પિતામા અને ગુરુ દ્રોણાચાર્ય જેવા મહાન અને જ્ઞાની નો વધ થવા કેમ દીધો ? તમે પાંડવો નો સાથ આપ્યો, આવું થવા કેમ દીધું? મને પાપ, પુણ્ય અને કર્મ વિશે કહો.

ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન મનમાં હસ્યા અને તેમને કહ્યું,હે પ્રિયે, ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય મહાન અને જ્ઞાની છે તેમાં કોઇ સંશય નથી પરંતુ તેમના એક જ પાપને લીધે તેમને આ ભોગવવું જ પડે. તમે જીવનના જે કર્મ કરો તેમાં સારા કર્મોનું સારું અને ખરાબ કર્મ નું ફળ ભોગવવું તો પડશે જ.

માનવે પોતે સવતંત્ર છે પોતાનું કર્મ કરવા. તે જેવું કર્મ કરશે તેવું ફળ મળશે જ . ફળ કદાચ વેહલું મોડું મળે પણ તે કર્મ ના બંધનમાંથી મુક્ત નહિ થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *