આંબાના ઝાડ દેશમાં બધી જગ્યાએ જોવામાં મળે છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં અંબાના વૃક્ષો જોવા મળે છે. આ ઝાડની છાલ ઘેરા ભૂરા રંગની છે. છાલની અંદરનો ભાગ સહેજ સફેદ હોય છે. તેનો સ્વાદ તૂરો હોય છે. એનાં પાન લાંબા તમાલપત્ર જેવાં હોય છે. તે લીલા રંગના હોય છે. આ ઝાડ પર કેટલાક વિસ્તારમાં બારે માસ કેરી જોવા મળે છે.

કેરીમાં ઘણા ફળ નાના હોય પણ તેનો સ્વાદ ખુબ મીઠો હોય છે. કેરી કાચી હોય ત્યારે તેનો સ્વાદ ખાટો આવે છે અને પાકે ત્યારે એકદમ મીઠી હોય છે. આંબા પર આવેલા મોરનો ઉપયોગ ઔષધમાં દવા તરીકે વપરાય છે.

તેની અંતરછાલ, તેની ગોઠલી આ બંને વસ્તુઓને દસ અને પચાસ ગ્રામ લઈ તેનો કાળો બનાવી શકાય. આ રીતે બનાવેલો કાળો પીવાથી ઝાડા બંધ થાય છે. કાનના દર્દ માટે પણ આનો ખુબ સારો ઉપયોગ થાય છે.આંબાના પાનનો એક ચમચી રસ કાઢી લો.

બ્લડપ્રેશર ની સમસ્યા હોય તો તેના પાનને પાણીમા ઉકાળીને આ પાણીથી સ્નાન કરવામા આવે તો આ સમસ્યા માંથી છુટકારો મળે છે. તેના પાનને તડકામાં સુકવીને પાવડર બનાવી રોજ એક ચમચી લેવાથી શુગર કંટ્રોલમા રહે છે. તેના પાંન કીડની તેમજ પિત્તની પથરી દૂર કરવા માટે મદદરૂપ થાય છે. આ માટે તેના પાંનને છાંયે સુકવી દો.

તેના થોડાક પાનને પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ તેમાં થોડું મધ મિક્સ કરી આ પાણીને પીવાથી ગળાને રાહત મળે છે. પેટની સમસ્યાઓને રોકવામાં પણ ખુબ મદદ કરે છે. તેના માટે રાત્રે પાણી ગરમ કરો અને તેમાં આંબાના કોમળ પાનને રાખી દો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *